આ કાંટાઝાંખરા પ્રકારનુ વૃક્ષ ભારતનુ મૂળ વતની હોવાનું મનાય છે. બારેમાસ લીલું અને પ્રતિકૂળ હવામાનમાં ટકી શકતુ નાના વ્રુક્ષ પ્રકારનુ ઝાડ છે. તેનાં પાન લીલાં ચમકદાર હોય છે. તેનાં ફૂલ સફેદ અને સુવાસિત હોય છે. તેની ડાળીઓ પર ૧ થી ૩ સેન્ટીમીટર લાંબા કાંટા હોય છે.
આ ઝાડની ખૂબી એ છે કે તે પડતર અને ખરાબા વાળી હલકી જમીન પર પણ ઉગાડી શકાય છે. કરમદાના ફળ કાચા અને પાકા બન્ને અવસ્થામાં વાપરી શકાય છે. કાચા ફળ અથાણા બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે અને સ્વાદિષ્ટ અથાણુ બને છે.
આ છોડ એક કરતા વધુ થડ ધરાવતો હોય છે અને અડધાથી માંડી ને ૩ મીટર સુધી વધી શકે છે. આ વૃક્ષના ઘટાટોપ ઉગાવાને ગીર ના માલધારીઓ "કરમદીનો ઢુંવો" કહે છે. ઉનાળામાં ગીર માં જ્યારે મોટા ભાગની લીલોતરી સુકાઈ ગઈ હોય ત્યારે ફક્ત આ વૃક્ષ જ ગીર ના સિંહો ને શીતળતા બક્ષે છે.