Genus Tectona માં ત્રણ પેટા જાતીઓ માનું એક આ વૃક્ષ લગભગ ૪૦ મીટર (લગભગ ૧૩૧ ફૂટ ) ઊંચું થાય છે. આ પાનખર પ્રકાર નાં આ વૃક્ષ પર જુન થી ઓગસ્ટ દરમ્યાન સફેદ ખુશ્બોદાર ફૂલો ખીલે છે. ભારત માં Tectona નાં Genus નું ફક્ત આ એક વૃક્ષ થાય છે જ્યારે Tectona hamiltonianaa એ મ્યાનમાર અને T. philippinensis એ Philippines નાં વિસ્તાર માં ઊગે છે.
ભારતમાં સાગનાં લાકડા નો વધારે ઉપયોગ બારી-બારણાંની Frames બનાવવામાં ઉપરાંત furniture અને જુના પ્રકારના ઘરનાં મોભ અને ટેકા બનાવવામાં થાય છે. સાગ નું લાકડાને ઊધઈ લાગતી નથી આથી એના લાકડાના ભાવ વધારે હોય છે.